Education Point: First look chhori

First look chhori

એમેઝોન પ્રાઇમ વિડીયો (Amazon Prime Video) એ તેની આગામી હોરર ફિલ્મ 'છોરી' (Chhori) ની ભયાનક ઝલક દર્શાવી છે. વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત અને ટી-સિરીઝ, ક્રિપ્ટ ટીવી અને એબંડેંશિયા એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્મિત, આ એમેઝોન ઓરિજિનલ ફિલ્મ 'છોરી' વખાણાયેલી મરાઠી ફિલ્મ 'લપાછપી'ની રિમેક છે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા (Nushrratt Bharuccha) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ભારત અને 240 દેશો અને પ્રદેશોમાં હાજર રહેલા પ્રાઇમ મેમ્બર્સ આગામી નવેમ્બરથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર બહુપ્રતિક્ષિત ફિલ્મ વિશેષ રુપથી સ્ટ્રીમ કરી શકે છે.

ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ઓરિજિનલ હોરર ફિલ્મ છોરીની આંતરિક દુનિયાની ઝલક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ કદાચ હેલોવીન જેટલી ભયાનક નહીં હોય, પરંતુ તેની દિલને હલાવી દેવા વાળી પહેલી ડરાવની ઝલક ચોક્કસપણે ધ્રુજારી છોડશે. જ્યારે પહેલી જ ઝલક તમને આવો ભયાનક અનુભવ આપી રહી છે, ત્યારે તમે માત્ર કલ્પના કરી શકો છો કે ફિલ્મ દર્શકોની સામે કેટલી અદભૂત બનાવશે.

મોશન પોસ્ટર છે એકદમ ડરામણું

ફિલ્મની પ્રથમ ઝલક જોયા પછી, પ્રેક્ષકો એમેઝોન ઓરિજિનલ મૂવી છોરી જોવા માટે આતુર છે, જે આગામી નવેમ્બરમાં અભૂતપૂર્વ રીતે દર્શકોને ડરાવવા માટે તૈયાર છે. હોરર ફિલ્મ પ્રેમીઓ એક રોમાંચક પ્રવાસ માટે સજ્જ છે અને ફિલ્મના નિર્માતાઓને ખાતરી છે કે આ મોશન પોસ્ટર જોયા પછી, તેઓ આજે રાત્રે લાઇટ ઓન સાથે સૂઈ જશે.

અહીં જુઓ ફિલ્મ છોરીની પ્રથમ ઝલકફિલ્મનું આ મોશન પોસ્ટર જોયા બાદ દર્શકો તેને જોવા માટે ઉત્સાહિત છે. છોરી એ હોરર ફિલ્મ છે, જેને વિશાલ ફુરિયાએ નિર્દેશિત કરી છે અને ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર, કૃષ્ણન કુમાર, વિક્રમ મલ્હોત્રા, જેક ડેવિસ અને શિખા શર્મા છે. સુપરહિટ મરાઠી ફિલ્મ 'લપછાપી'ની રિમેક આ ફિલ્મમાં મીતા વશિષ્ઠ, રાજેશ જાયસ, સોરભ ગોયલ અને યાનિયા ભારદ્વાજ સાથે નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

છોરી એબંડેંશિયા એન્ટરટેઈનમેન્ટ સાઈક (હોરર અને પેરાનોર્મલ જોનર પર કેન્દ્રિત એક વર્ટિકલ) અને લોસ એન્જલસ સ્થિત ક્રિપ્ટ ટીવી વચ્ચે પ્રથમ સહયોગને ચિહ્નિત કરે છે. ક્રિપ્ટ ટીવી- ધ લૂક-સી, ધ બર્ચ, સન્ની ફેમિલી કલ્ટ અને ધ થિંગ ઇન ધ એપાર્ટમેન્ટ જેવાં શો સાથે ડરની નવી બ્રાન્ડ રજૂ કરવા માટે જાણીતું છે.

No comments:

Post a Comment