P.m Modi saheb 71 birthday
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (Prime minister of India) 17 સપ્ટેમ્બરના (PM narendra modi 71th birthday) રોજ 71મો જન્મ દિવસ છે. આ દિવસે આખા દેશમાં ઠેરઠેર ઉજવણી થતી જોવા મળશે. ત્યારે અનેક કાર્યક્રમો અને અભિયાનોની શરુઆત પણ થવાની હશે. અત્યારે એક ચા વાળામાંથી વડાપ્રધાન (chaiwala to PM narendra modi life) બનનાર નરેન્દ્ર મોદીએ આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે.
એક સમયે પોતાના દેશના વિઝા ન આપતના અમેરિકાએ (American visa) ખુદ પોતાના આમંત્રણ આપ્યું હતું અને ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM narendra modi birthday special) 71માં જન્મ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એવી કેટલીક વાતો જણાવીશું જે તમે કચાદ ક્યાં વાંચી નહીં હોય.
હીરબાનું ત્રીજું સંતાન છે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. મધ્યમ વર્ગના હોવાથી મોદીએ બાળપણથી જ સંઘર્ષભર્યું જીવન જીવ્યા છે. જોકે હવે મોદી દેશના વડાપ્રધાન છે. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. મોદીનો જીવન સંઘર્ષથી ભરેલુ હતુ.
સંન્યાસી બનવા મોદી ઘર છોડી હિમાલય જતા રહ્યા હતા
અત્યારે નરેન્દ્ર મોદી આખો દેશ ચલાવી રહ્યા છે પરંતુ મોદીને બાળપણથી જ સંન્યાસી થવાની ઈચ્છા હતી. અને શાળાકીય શિક્ષણ પછી તેઓ ઘરેથી હિમાલય જતા રહ્યાં હતા. અને ત્યા તેઓ સાધુ સાથે થોડા મહિના રહ્યા હતા. જ્યારે તેમને પાસે બિલકુલ પૈસા બચ્યા નહી ત્યારે તેઓ બે મહિના પછી ઘરે આવ્યા. ત્યારે જ તેમણે સંન્યાસી થવાનો વિચાર આવ્યો હતો. હિમાલયમાંથી પરત ફર્યા પછી મોદીએ પોતાના ભાઈ સાથે રાજ્ય પરિવહન ઓફિસ પાસે ચાનો સ્ટોલ ચલાવવાનું શરૂ કર્યો.
મોદી બાળપણમાં કોઇ વાતે ગુસ્સો ચડે તો એક ખૂણામાં જઇને બેસી જતાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઇ સોમાભાઇ મોદીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને બાળપણમાં એક્ટિંગ કરવી ખૂબ ગમતી હતી. તેમણે કહ્યું હતું કે બાળપણમાં મોદીને રમવું અને એક્ટિંગ કરવી ખૂબ ગમતાં. તેમણે જોગીદાસ ખુમાણ' નામના નાટકમાં રોલ પણ ભજવ્યો હતો. તેઓ બાજરાના રોટલાને ભારે ઉત્સાહપૂર્વક આરોગતા. સોમાભાઇએ કહ્યું કે PM મોદીને બાળપણમાં કોઇ વાતે ગુસ્સો ચડે તો એક ખૂણામાં જઇને બેસી જતાં.
માતા હિરાબાની એકદમ નજીક છે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી ભલે આજે આખા દેશ માટે વડાપ્રધાન છે. પરંતુ માતા હિરાબા માટે પોતાના લાડલા નરેન્દ્ર છે. જ્યારે નરેન્દ્ર મોદી પણ પોતાના માતાની એકદમ નજીક છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ પોતાની માતાની મુલાકાત લેતા હતા. હવે તેઓ દિલ્હીમાં છે અને વડાપ્રધાન બન્યા ત્યારથી જ્યારે પણ મોદી ગુજરાતમાં આવે છે ત્યારે ચોક્કસ પણે માતા હીરાબાને મળવા માટે પહોંચી જાય છે. તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાની માતાના આશીર્વાદ લેવાનુ ભૂલતા નથી. તેઓ શુદ્ધ શાકાહારી છે. મોદીએ કહે છે, માની મમતા, માતાના આશીર્વાદથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે છે.
વિઝા ન આપનાર અમેરિકામાં ભવ્ય સ્વાગત કરાયું હતું
મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં રમખાણો થયા હતા અને ત્યારબાદ મોદી વિરૂદ્ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતાના ભંગ બદલ તેમના પર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારબાદ અમેરિકાએ સામે ચાલીને આમંત્રણ આપ્યુ હતુ અને ત્યાં હ્યુસ્ટનમાં એક મેગા શો 'Howdy Modi'ને સંબોધિત કર્યો હતો.
મોદી પરના વિવાદો ક્યારેય ઓછા થયા નથી તો સાથે સાથે તેમના ગુણગાન ગાનારા લોકોની સંખ્યા પણ એટલી જ છે. ગુજરાત રમખાણો પછી તો વિરોધીઓએ મોદીની ટીકા કરવાની છોડવાની કોઈ તક નથી છોડી. છતાં પણ ગુજરાતમાં મોદીની લોકપ્રિયતાને કોઈ આંચ ન આવી તેથી જ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લોકપ્રિય છે. ગુજરાતને આગળ લાવવામાં મોદીનો ફાળો અમૂલ્ય છે. આ વાત ટાઈમ્સ પત્રિકાએ પણ મોદીનો ફોટો કવરપેજ પર આપીને કબૂલી હતી.
વિઝા ન આપનાર અમેરિકામાં ભવ્ય સ્વાગત કરાયું હતું
મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં રમખાણો થયા હતા અને ત્યારબાદ મોદી વિરૂદ્ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ અંતર્ગત ધાર્મિક સ્વતંત્રતાના ભંગ બદલ તેમના પર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો હતો. જોકે મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારબાદ અમેરિકાએ સામે ચાલીને આમંત્રણ આપ્યુ હતુ અને ત્યાં હ્યુસ્ટનમાં એક મેગા શો 'Howdy Modi'ને સંબોધિત કર્યો હતો.
ચા વાળાથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની મોદીના જીવન ઉપર ઉડતી નજર
વડાપ્રધાન મોદીના જીનની વાત કરીએ તો મોદીના પરિવાર ગરીબ અવસ્થામાં હોઈ 14 વર્ષની કિશોર વયે તેમણે વડનગર સ્ટેશન બહાર આવેલા એમના પરિવારના ટી સ્ટોલ પર કામ કરતા હતા. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા. પછી 1987માં દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 1990માં ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 1994માં ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી. 1995માં ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને તેમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો. 1998માં મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પક્ષમાં મહત્વ વધી ગયું. હતું.
આ ઉપરાંત 7મી ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં. આ મોદીના જીવનમાં પહેલો મોટો બ્રેક હતો. ઓક્ટોબર 2001માં ગોધરાકાંડ બાદ તેઓ ભારે દબાણમાં આવી ગયા. ત્યારબાદ મોદીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું અને ફરીથી ચૂંટણી યોજાઈ. જાન્યુઆરી, 2001માં વિનાશક ભુકંપ સહિતની અન્ય ઘણી કુદરતી આપત્તિઓની વિપરિત અસરોમાંથી પસાર થઇ રહ્યું હતું. પ્રતિકૂળ પરિસ્થિતિઓને તેમણે કેવી રીતે સર્વાંગી વિકાસના અવસરોની તકમાં ફેરવી દીધી તેનો બોલતો પુરાવો ભૂજ શહેર છે. 2002માં વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.
2005માં 'ધાર્મિક અસહિષ્ણુતા'નું કારણ આપીને અમેરિકાએ તેમને ટ્રાવેલ વિઝા આપવાનો ઈનકાર કર્યો જે આજ દિન સુધી અમલમાં છે. 2007માં ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા. 2011/2012માં મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્ભાવા મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી. 26, ડિસેમ્બર 2012માં ગુજરાતની ચૂંટણી ફરી જીતી લીધી. 182માંથી 115 બેઠકો જીતી. સળંગ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ.
17મી સપ્ટેમ્બર, 2012માં એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં 4000 દિવસ પૂર્ણ કર્યાં. સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે. 2013માં 9 જૂનમાં ગોવામાં ભાજપે મોદીને દેશની 2014ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા. આવી બઢતી આપવાના વિરોધમાં જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેની 17 વર્ષ જૂની દોસ્તી તોડી નાખી. 13 સપ્ટેંબર 2013માં ભાજપ અને એનડીએના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા. 26, મે- 2014માં ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા હતા. અને આજે પણ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.
No comments:
Post a Comment