Education Point: ભારે વરસાદના કારણે ગુરાતના આ નેશનલ હાઇવે બંધ

ભારે વરસાદના કારણે ગુરાતના આ નેશનલ હાઇવે બંધ

... ભારે વરસાદમાં નેશનલ હાઈ-વે ઉપર પણ પાણી ફરી વળ્યા.. ૧૩૧ ગામનો વાહન વ્યવહાર ખોરવાયો, રસ્તા પણ તૂટી ગયા રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના ૮૦ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે તેમાં રાજકોટ જિલ્લાના ૨૮, જામનગર જિલ્લાના ૩૫, જૂનાગઢ જિલ્લાના ૧૩, પોરબંદર જિલ્લાના ૨, ભાવનગર-અમરેલીનો ૧ રસ્તાનો સમાવેશ થાય છે. ... 

 રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે હાઈવે ઉપર અને કોઝવે ઉપર પાણી ફરી વળતા જામનગર-કાલાવડનો નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લામાં સ્ટેટ હાઈવે ૧, પંચાયત હસ્તકના ૨૧ અને અન્ય ૬ રસ્તા મળી કુલ ૨૮ રસ્તા બંધ થયા છે જયારે જામનગર જિલ્લામાં ૧૧ સ્ટેટ હાઈવે, ર૦ પંચાયત હસ્તકના હાઈવે અને અન્ય ૩ મળી કુલ ૩૫ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ૧ સ્ટેટ હાઈવે, ૧૨ પંચાયત હસ્તકના હાઈવે મળી કુલ ૧૩ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જયારે અમરેલી-ભાવનગરમાં ૧-૧ રસ્તા અને પોરબંદરના બે રસ્તા બંધ કરવામાં આવતા સૌરાષ્ટ્રમાં કુલ ૧૩૧ ગામનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું છે.

No comments:

Post a Comment