Green tea good for health all day morning time'
લોકો આજકાલ ચાની જગ્યાએ ગ્રીન ટીને વધારે પીતા હોય છે.ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેને પીવાથી શરીરની મેટાબોલિક સિસ્ટમ પર યોગ્ય અસર કરે છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પાચન થાય છે અને વધારાની ચરબી શરીરમાં સંગ્રહિત થતી નથી. આજકાલ ઘણા લોકો સ્થૂળતા ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન વધારે કરતા હોય છે .ગ્રીન ટી એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-એજિંગ ગુણધર્મોથી ભરપૂર છે.
તેના વપરાશને કારણે, વજનને નિયંત્રણમાં રાખવાથી, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
આપણે બધા ગ્રીન ટીના ફાયદાથી વાકેફ છીએ. પરંતુ ઘણીવાર ગ્રીન ટીનો વપરાશ કર્યા બાદ ટી બેગને ફેંકી દેતા હોઈએ છીએ. જેથી તમે ત્વચાને લગતા ફાયદાઓ ગુમાવી રહ્યા છો. તમને જણાવી દઈએ કે વપરાયેલી ટી બેગનો ઉપયોગ સનબર્ન, ખીલ, શુષ્ક વાળ, સોજાવાળી આંખો અને ઘણી બધી સમસ્યાઓ જેવી કે ઘણા મુદ્દાઓની સારવાર માટે થઈ શકે છે. એક વપરાયેલીટી બેગ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. ચાલો તો તમે જણાવી દઈએ ગ્રીન ટી બેગથી થતા ફાયદા.
ફેસ પેક બનાવો
તમે તેને ગ્રીન ટી બેગમાંથી ફેસ પેક બનાવીને પણ લગાવી શકો છો. આ માટે, વપરાયેલી ગ્રીન ટી બેગની પત્તીઓ એક બાઉલમાં મૂકો. હવે જરૂર મુજબ એક ચપટી બેકિંગ સોડા અને મધ ઉમેરો. તૈયાર કરેલી પેસ્ટને ચહેરા અને ગરદન પર 10 મિનિટ સુધી લગાવો. પછી તેને પાણીથી ધોઈ લો. આ ત્વચાને ચુસ્ત બનાવે છે. ત્વચાને ઉંડા પોષણ મળે છે. ચહેરા પર કુદરતી ચમક આવે છે.
ફેસ સ્ક્રબ માટે
ગ્રીન ટી પોષક તત્વો, એન્ટી ઓક્સિડન્ટ્સ, એન્ટી એજિંગ ગુણધર્મોથી ભરપૂર છે. તેથી તે એક બેસ્ટ એક્સફોલિએટ સ્ક્રબ છે. આ માટે, એક ગ્રીન ટી બેગ્સની પત્તીઓ લો. હવે જરૂર મુજબ થોડી ખાંડ અને પાણી ઉમેરો અને મિક્સ કરો. હવે ચહેરાને હળવા હાથે 5 મિનિટ સુધી સ્ક્રબ કરો. જેને કારણે ત્વચા ઉંડે સાફ થાય છે અને સારી બને છે. બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સની સમસ્યા દૂર થાય છે.
આંખના સોજા દૂર કરવા માટે
આંખોની સુંદરતા વધારવા માટે તમે ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. આ માટે વપરાતી ગ્રીન ટી બેગ્સને ફ્રિજમાં રાખીને ઠંડી કરો. તે પછી આંખો બંધ કરો અને 5-10 મિનિટ માટે આ ગ્રીન ટી બેગ્સ તેના પર રાખો. ગ્રીન ટીમાં રહેલા ટેનીન ઢીલી ત્વચાને સારી બનાવવામાં મદદ કરે છે. આ સાથે, આંખોની સમસ્યા આંખો નીચેના સોજા દૂર થશે.
ખીલથી છુટકારો મેળવવા માટે
ગ્રીન ટી એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-બાયોટિક, એન્ટી-એજિંગ ગુણધર્મોથી ભરપૂર છે. આવી સ્થિતિમાં તેને ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ પેદા કરતા બેક્ટેરિયા નાશ પામે છે. તેમજ ત્વચા ઠંડી થાય છે. આ માટે વપરાતી ગ્રીન ટી બેગ્સને ઠંડી કરો અને ચહેરા પર રાખો.
વાળ માટે ફાયદાકારક
તમે વાળ માટે ગ્રીન ટીનો પણ ઉપયોગ કરી શકો છો. તે વાળ પર કન્ડિશનરનું કામ કરે છે. આ કારણે વાળ ડ્રાય અને ખરવાનું બંધ થાય છે. આવી સ્થિતિમાં વાળ સુંદર, જાડા, ચમકદાર દેખાય છે. આ માટે પાનમાં જરૂર મુજબ પાણી અને કેટલીક ગ્રીન ટી બેગ ઉમેરો અને તેને 10-15 મિનિટ સુધી ઉકાળો. પછી તેને રાતોરાત એક બાજુ મૂકી દો. શેમ્પૂ કર્યા બાદ નવશેકા પાણીથી વાળ ધોઇ લો.
Original article: ગ્રીન ટી ની બેગના છે ગજબ ફાયદા, ત્વચા અને વાળની અનેક સમસ્યાઓનો થશે ઇલાજ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment