Helpline number jamnagar
જામનગર જિલ્લામાં મદદ માટે સંપર્ક કરો
વહીવટી તંત્રએ જાહેર કર્યા ફોન નંબર
મુખ્યમંત્રી કરી શકે છે હવાઈ સર્વે -હવામાન આધાર
જામનગર જિલ્લામાં વરસાદે તબાહી સર્જી દીધી છે.પરિણામે ગ્રામીણ વિસ્તારોમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ હોવાની પણ આશંકા છે.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો જળબમ્બાકાર થયા હોવાથી સામાન્ય વર્ગમાં રહેતા લોકો ભારે પરેશાન છે.દરમિયાન સ્થાનિક પ્રસાશન અને વહીવટી તંત્રએ જામનગર જિલાના નાગરિકોને કોઈ પણ પ્રકારની મદદ માટે સ્થાનિક નબર જાહેર કર્યા છે.જેઓ પાણીમાં ફસાયા છે અને મદદની આવશ્યકતા છે તેઓ પોતાની વ્યથા,મુશ્કેલી તાલુકા પરાણે આપેલા નંબર પર ફોન કરીને જણાવી શકે છે.વહીવટી તંત્ર તેઓની મુશ્કેલીઓ હળવી કરવા પ્રયત્ન કરશે અને પાણીમાં ફસાયેલા નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવા કામગીરી હાથ ધરશે
જામનગર -
જિલ્લા વહીવટી વિભાગે, જામનગરમાં ફસાયેલા લોકો માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે નંબર જાહેર કર્યા છે.
જામનગરમાં જેઓને મદદની આવશ્કતા છે તેઓ 0288-2541485 પર સંપર્ક કરવા જણાવાયું છે.
તો જિલ્લામાં પૂરગ્રસ્તો પોતાના વિસ્તાર પ્રમાણે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે.
કાલાવાડ - 02894-222002
જામજોધપુર - 02898-221136
જામનગર - 0288-2770515 / 0288-2672208
જામનગર - 9909011502
જોડીયા- 02893-222021
ધ્રોલ - 02897-222001
લાલપુર - 02895-272222
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોમવારે સમિક્ષા બેઠક કરી હતી તો સ્થાનિક ધારાસભ્યોને પણ કેટલીક જવાબદારી સોંપાઈ છે.શક્ય છે કે,મંગળવારે હવામાન અનુકૂળ હશે તો સવારમાં જ મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી માટે હવાઈ સર્વે કરશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment